મનડાના મિત મારી સામે ઊભા છે ને દલડાની વાત એને કેમ કહું
ફેલાવી હાથ જેને માગ્યા કરું છું અને જેના વિરહ માં ભાંગ્યા કરું
નજરો થી ઘાયલ તો રોજ રોજ થાવ છુ મને આંખો માં રાખીલે કેમ કહું
નીચી નજર નો જાદુ કેવો અને કાઈ ના કહી શકું હું શરમાળ એવો
કાઈ નથી જાણતી મ કરતી આ બહાના મને પોતાનો માની લે કેમ કહું
તારા વિના મારો જીવડો મુંજાય છે ને ચહેરા પર હાસ્ય નો દીવડો બુજાય છે
માનું છું તને મારા હૈયા ની રાણી પણ આ નાનકડી વાત તને કેમ કહું