Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં... વ્યથા હોવી જોઈએ..!”

કેટલી સાર્થક છે ને આ ગુજરાતી પંક્તિઓ. કોઈને તમે પ્રેમ કરો કે ના કરો, બની શકે કે એ વ્યક્તિ તમારી અપેક્ષાઓમાં ખરી ના ઉતરતી હોય પણ એના માટે તમે જ એ વ્યક્તિ છો જેને જોઈને એનું દિલ ૧૨૦ની સ્પીડ લિમિટ એક સેકન્ડમાં ક્રોસ કરી જાય છે તો એમાં એનો કોઈ વાંક!

કોઈને કોઈના માટે હૂંફાળી લાગણી જનમવી એ તો કુદરતી છે, પ્રયત્ન પૂર્વક થતો પ્રોસેસ થોડો જ છે. “હું તને પ્રેમ કરું છું" કે “આઇ લવ યુ" કહી દેવા માટે એ વ્યક્તિને કેટલી હિંમત જોઈએ એનો ખયાલ તો જેણે સાચે સાચ પ્રેમ કર્યો હોય એને જ આવે. તમે કોઈને પ્રેમ કરો અને એ સામેવાળી વ્યક્તિ પણ તમને પ્રેમ કરતી હોય તો તમે નસીબદાર પણ એવું ના થાય ત્યારે..?

આજની દુનિયા ખૂબ પ્રેક્ટિકલ થઈ ગઈ છે. જે લોકો ક્યારેય પ્રેમમાં નથી પડ્યા કે પછી પહેલેથી વિચારી રાખ્યું હોય આટલું આટલું જે માણસમાં જોવા મળશે એને જ હું મારું દિલ આપીશ... એવા લોકોને ખાસ મારે કહેવાનું કે તમને ગમતું પાત્ર મળે ત્યારે મળે પણ એ પહેલાં કોઈ તમારાથી આકર્ષાઈને એની લાગણી તમારી આગળ વ્યક્ત કરે ત્યારે કમસે કમ એનું અપમાન થાય એવું ના કરતાં!

કોઈને તમે જરાય પ્રેમ નથી કરતાં ઓકે.. તમારી મરજી છે પણ એ તમને પ્રેમ કરે છે એ સાવ નાખી દેવા જેવી વાત તો નથી ને? આ દુનિયામાં સ્વાર્થ વગર કોઈ કોઇની સામે પણ ના જુએ ત્યારે કોઈ તમારાં માટે કંઈ પણ કરવા ખુશી ખુશી તૈયાર રહેતું હોય એ તમારાં માટે ગર્વ લેવા જેવી છે કે નહીં? તો એ બચરા પ્રેમી જીવને તમે શાંતિથી સમજાવી શકો, એનું દિલ ના તૂટે એ રીતે પણ કહી શકો કે તમને એ સંબંધ મંજૂર નથી...

દુનિયા ગોળ છે અને બહુ નાની પણ... ક્યાં ક્યારે કોની જરૂર પડી જાય એ કહી ના શકાય, જો તમે પ્રેક્ટિકલ બનીને જ બધાં નિર્ણય લેવા ટેવાયેલા હોવ તો મારી વાત પર વિચાર જરૂર કરજો..!

ટુંકમાં, તમે કોઈને પ્રેમ કરો એ આમ વાત છે પણ કોઈ તમને પ્રેમ કરે એ ખાસ વાત છે... સમજે એને વંદન ?

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111228224
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now