મેધ
વરસ તું અમૃત થઈને
ધરતી ના આ રખેવાળ
જૂએ તારી વાટ
ન તું દેખાડ ઝાંઝવાના નીર
તડપે આ તારા ધરતીના હીર
અરણ્ય સૂકાં પડ્યા ધરતીમાં પડી ફાટ
જાણે સમાય જવાની ન દેખાડ તું બીક
તારા અમૃતના કણ કણ વીખેરી દે
થઈ જાય ધરતી ફોરી ઊઠે
પ્રિયતમા પડી ધરતી પર
પિયુ પડયો આકાશમાં
‘અજેય'ધરતી પર આવી મેળાપ કર
થઈ જાય આ ધરતી લીલીછમ.
-અજય કોકણી