શું કહું રાધિકા તને..!
તને એમકે હું ભૂલી ગયો તને,
તને પણ ખબર છે, હું ન ભૂલી શકું તને.
હું તો ભૂલી ગયો છું મને જ,
યાદ છે એ બધી વાતો જે તેં મને કહી,
એ બધી વાતો જે મેં તને કરી,
એ રાસ જે આપણે સાથે રમ્યા,
એ વન જેમાં સાથે ફર્યા.
હવે આ હાથ માં વાંસળી તો એજ છે,
પણ વગાડવાનો વખત નથી,
વગાડું તો વાગતી પણ નથી,
ને વાગેતો સાંભળનાર કોઈ નથી.
મને પણ થાય એકવાર મળું તને,
આવું ધરા પર તારી પાસે.
વાતો કરવી બાકી છે ઘણી તારી સાથે,
પણ જો, કેટલું કામ છે મારી પાસે.
હું મનુષ્ય જ ઠીક હતો,
ભગવાન બનવું સહેલું નથી.
એક વાર આવી ને તો જો અહીંયા
હું તો છું જ બધાનો,
પણ, મારી પાસે મારૂં કોઈ નથી.
જયારે તોફાન કરતો યશોદામાં વઢતી,
અને ક્યારેક ક્યારેક મને બાંધતી.
પણ, મોહમાં થી છોડાવી બધાને,
હવે તો હું જ કાયમ બંધાઈ ગયો છું.
.......આર્યમ્......