જવાનીની મૌસમ બહુ કિંમતી છે...
એ મૌસમની લઝકથી વંચિત ના રહેજો...
હૃદયમાં જો ઊર્મિનું રેશમ ભર્યું હો તો
લીસી નજરથી સુરક્ષિત ના રહેજો...
બુઢાપામાં ડહાપણ એ ગૌરવ ભલે હો
જુવાનીમાં પ્રીતિ ફરજરૂપ ગણજો...
મોહબ્બત વિનાની જો વીતે જવાની
તો એવી જવાનીને શરમરૂપ ગણજો..