Gujarati Quote in Thought by Hiren Goswami - Mind Trainer

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સોશિયલ મીડિયામાં જ્યારે માણસ પ્રવેશ કરે છે ત્યારે તે આ આભાસી દુનિયાથી સાવ અજાણ હોય છે.મિત્રો કે સંબંધીઓ સાથે વાતો વાતોમાં એ ફેસબુક,ટ્વીટર કે ઇનસ્ટાગ્રામ પર જઈ ચડે છે.પ્રોફાઈલ કે પોતાનાં ફોટાથી થતી આ શરુઆત ધીરે ધીરે પોતાની ફિલ્ડનાં માણસો સુધી પહોંચે છે.પોતાની ફિલ્ડનાં માણસોનાં સંપર્કમાં આવ્યાં પછી આ રંગીન દુનિયામાંથી પસંદ કરેલા વ્યક્તિઓ સાથે સતત સંપર્કમાં રહેવાનું વળગણ અને લાઈક કે કમેન્ટનો નશો ચડતો જાય છે.સંપર્કમાં આવનાર વ્યક્તિઓમાંથી કેટલાકને અંગત માનતો થઈ જાય છે અને ધીરે ધીરે નશો વધારે ચડતા ખુદને સારાં સાબિત કરવાની હોડમાં પોતાનાં અસલી વ્યક્તિત્વને કયારે છેતરતો થઈ જાય છે એનું સુધ્ધાં ભાન રહેતું નથી.પોતાની અંગત જિંદગીને ભુલી અને અન્યની જિંદગીનાં ઈન્વેસ્ટીગેશન કરતો થઈ જાય છે.
સોશિયલ મિડિયામાં જે નેગેટીવ કે પોઝિટિવ પીરસાય છે એ વાંચતો જાય છે.અસલી જિંદગીમાં પોઝિટિવ રહેતો માણસ આ આભાસી દુનિયામાં દલીલો કરતાં કરતાં ક્યારે સત્યથી વેગળો થાય છે એનુ ભાન નથી રહેતું.સંખ્યાબંધ સમુહોમાં જોડોતો જાય છે.પોતાની જાતને એ કયારે છેતરતો થાય છે એ સભાનતા મરી પરવારી હોય છે.પ્રસિદ્ધિનાં મોહમાં ખેંચાતો હોય ત્યારે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ ભુલી જાય છે.બીજાની જિંદગીમાં ડોકિયુ કરતો માણસ પોતાની અસલ જિંદગીથી દુર થતો જાય છે.
ધીરે ધીરે પોતાની ઓરિજનલ આઈડેન્ટીટી ગુમાવી નાખે છે.ચાહકો એને જુદા જુદા સિક્કા પર સિક્કા મારતા જાય છે.એક સમયે જાત સાથે સંવાદ કરવાનું પણ ભુલી જાય છે. સોશિયલ મિડિયામાં પોઝિટીવીટી પર લેકચર આપતાં આપતાં લોકો સાથે સંવાદ કરતાં લોકો પોતાની અંગત જિંદગીમાં ડોકિયાં કરવાનું ભૂલી જાય છે અને દુનિયાના લોકોની જિંદગી પર સંવાદો ચલાવે છે.પ્રસિદ્ધિનાં મોહમાં સોશિયલ મિડિયાનો ઉપયોગ હદ કરતાં વધારે થાય ત્યારે એ ડ્રગ્સ કરતાં કમ નથી અને એનો નશો માણસને ખોખલો કરી મુકે છે.જ્યારે જ્યારે વિવેક ચુકે છે ત્યારે ખુદનાં અસ્તિત્વ પર તરાપ મારે છે.
કેટલીકવાર સોશિયલ મિડિયામાં પોઝિટિવ દેખાતો માણસ પોતાની અંગત જિંદગીમાં ખુબ નેગેટીવ હોય શકે,સોશિયલ મીડિયામાં બડાશ ફેંકતા કે દલીલો કરતાં માણસો એમનાં અંગત જીવનમાં ખુબ શાંત અને પોઝિટિવ જોવા મળતાં હોય છે.ખુબ સ્ટ્રગલ કરનાર વ્યક્તિ અને સેલ્ફ મોટીવેટેડ વ્યક્તિ જ મોટીવેશનનાં લેકચર આપી શકે છે.સોનાની મુરઘીઓ સોનાની ખુરશી પર બેઠા બેઠા સાંભળતી જ હોય છે.સતત સોશિયલ મિડિયામાં રહેતા વ્યક્તિને લોકો એ જેવું પીરસે એને સુસંગત વ્યક્તિત્વ માની બેસે છે.એમને એ ખ્યાલ નથી હોતો કે ફિલ્મી પડદા પાછળ પણ દુનિયા હોય છે.
ટુંકમાં સતત પોતાનાં વ્યક્તિત્વને કે જાતને દુનિયા સામે સાબિત કરવાની જરૂર નથી હોતી.વિચારોની આવક ઓછી હોય તે સમયે સોશિયલ મિડિયાથી દુર રહેવું અથવા તો લિમિટેડ ઉપયોગ અનિવાર્ય છે.
-"HIREN GOSWAMI"
# *MANAV CONSULTING*

Gujarati Thought by Hiren Goswami - Mind Trainer : 111227060
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now