Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બંધ દરવાજા
ભાગ:૩

સવારના સ્વચ્છ આકાશમાં સૂરજ ના કેશરી કિરણોંના પ્રકાશમાં ઉડતાને કલરવ કરતા પક્ષીઓ ના અવાજથી શ્યામની આંખ ખૂલીને કયા વિચારે જોર લીધુ કે તે નાહી ધોઈને સીધોજ જીવરામશેઠ પાસે ગયો. બન્ને ને પગે લાગી બોલ્યો “હવે મને છૂટો કરો”શેઠતો ઘબરાયા દીકરા જેવા આ શ્યામની જુદાઈ તે કલ્પી શકે તેમ જ નહોતા.તેઓ એ કારણ જાણવા પ્રયત્ન કર્યો પણ તે ન બોલી શક્યો.
શેઠે રામીને બોલાવી સમય સાથે રામી પણ વૃધ્ધ થઈ ગઈ હતી, તેમણે શ્યામ ને સમજાવા મોકલી. શ્યામ પાસે આવી તો ઘરનો દરવાજો બંધ હતો ને રજ્જોના રડવાનો અવાજ આવતો હતો ,ને શ્યામ સમજાવી રહ્યો હતો કે તે રજ્જોને સાથે નહી જ લઈ શકે.આખરે રજ્જો જમીન પર ફસડાય પડી ને બેશુધ્ધ
અવસ્થા માં બોલી ,”શ્યામ હું તને ચાહું છુ,આમ ન ચાલ્યો જ.”રામીમાસી સ્તબ્ધતા થી દરવાજે થી બે ડગલા પાછી ખસી ગઈ.અરે રે પ્રથમ દિવસે રજ્જો કંઈક કહેવા ઈચ્છતી હતી પણ તે નહોતી બોલી શકી . શ્યામ પણ તેજોમય મુખારવંદી લાગતો હતો.તો બન્ને ભાઈ બહેન તો નથી.હવે રામીમાસી થી ન રહેવાયું ,તેઓ એ કડી ખખડાવી ઘરમાં પ્રવેશ કર્યો ને દરવાજો અંદરથી બંધ કરી રજ્જોને ઉભી કરી.શ્યામને અનુભવી આંખોમાં પ્રશ્ન દેખાયા???”બંધ દરવાજા”માં તે દિવસે વરસોનું ઘુંટાતું રાઝ ખુલ્યું .
શ્યામે રામીમાસીને કહ્યું કે તે રાજસ્થાન ના ભરતપુર નો શેઠ રાસીમલનો પુત્ર છે.તેની માતા મૃત્યુ પામી પછી પિતા બીજી પત્ની લાવ્યા હતા,તે સ્વભાવે બહુજ ક્રુરને લડકણી
હતી ને મને ખૂબ જ મારતી હતી.પિતા પણ ધીરે ધીરે બદલાતા જતા હતા.કંટાળી તેણે
ઘર છોડી દીધું હતું.જે રાતે એ ઘર છોડી નિકળ્યો તે રાતે ટ્રેન માં રજ્જોના માતા પિતા
રજ્જો ને તેની મોટીબેન ને નાનોભાઈ મુસાફરી કરતા હતા.તે તો જાણતો પણ નહોતો કે ગાડી કંઈ તરફ જઈ રહી છે.રાત્રી ના ત્રણ વાગે ગાડી જાણે કોઈએ જબરજસ્તી
ઊભી રાખી હોય એવું લાગ્યું ને એ લોકો જે ડબ્બા માં હતા ત્યાં બે ત્રણ બૂકાનીધારી પેઠાને અને રજ્જોના પિતાને ખેંચી નીચે ઊતાર્યાને કંઈ આપી દેવાની માંગણી કરવા લાગ્યા ..તેના પિતા ને લીધે રજ્જો તો હું ડબ્બામાં જ્યા છુપાયો હતો ત્યા નીચે છૂપાઈ ગઈ ,પણ તેની માતા નીચે આવીને પતિને છોડી દેવાની વિનંતી કરતી રહી .પણ જાણે માનવતા મરી પરવારી હતી,નરાધમો એની માતા ને બેનને ઉઠાવી ગયા ને પિતાને અને ભાઈને ત્યાંજ મારી નાંખ્યા .રજ્જો મારી સાથે પાટિયા નીચે હતી ફક્ત યા ખુદા !બોલીને બેભાન થઈ ગઈ.હું ત્યારેજ સમજી ગયો કે આ મુસલમાન પરિવાર છે.બીજે દિવસે રાજસ્થાન થી ઉપડેલી ગાડી દિલ્હી સ્ટેશનેઉભી રહી હું તો ઊઠીને ચાલવા લાગ્યો પણ રજ્જોને એમ રઝળતી કેમ મૂકવી એટલે થોડું ઘણું આમ તેમ કરી સામેની ગાડીમાં અમે છુપાયા ને રામી માસી આ દેહરરાદૂન સુધી પહોચ્યા પણ મે રસ્તામાં રજ્જોને કહ્યું ,”તું રશીદા નહિ પણ રજ્જો છે,જીંદગીમાં ક્યારેય
કોઈ સામે તારા મોઢામાંથી નહિ બોલે વચન આપ.”

Gujarati Story by Jayshree Patel : 111226234
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now