?? હા હું ફરી એક વાર પ્રેમ માં પડી છું. મારા લગ્ન ને ૩૫ વર્ષ થયાં પણ મને ફરી એક વાર પ્રેમ થયો છે શું કરું?
કાલે મારા હસ્બંડ ટ્રેકિંગ માં ગયા મને એકલી મૂકી ને.તો મે પૂછ્યું કે હું એકલી શું કરીશ? આખો દિવસ કંટાળી જઈશ. પણ એ લોકો એ ધ્યાન નહીં આપ્યું. અને જતા જતા કહેતા ગયા કે તારી બેન નાં ઘરે જા નહિ તો ફેશન સ્ટ્રીટ જઈ ને શોપિંગ કર. પણ હું થાકી ગઈ હતી એટલે મારા મન સાથે વાતો કરવા લાગી. રાત્રે ૧૧ વાગે એક ફ્રેન્ડ ને ફોન કર્યો અને કહ્યું ચલ બાઇક માં જઈએ અને આઇસ્ક્રીમ ખાઈએ. આઇસ્ક્રીમ ખાઈ ને લોંગ ડ્રાઈવ પર ગયા. ઘણો ટાઈમ પાસ થયો. ઘરે આવી ને થોડું વાંચન કરી ને સુઈ ગઈ.
સવારે ઉઠી ને કસરત કરી વોક પર ગઈ. આવી ને મસ્ત નાસ્તો કર્યો એ પણ મારા ગમતા ગીતો સાંભળતા. રોજ હસબંડ ની રાહ જોઈ ને પછી ચા પીવાની ચા ની બધી મજા જતી રહેતી. પછી રોજ નું કામ કર્યું ને મસ્ત તૈયાર થઈ. અરીસા માં પોતાને જોઈ ને મારા પ્રેમ માં પડી. મારા જૂના ફોટોઝ કાઢ્યા અને સોશ્યલ મીડિયા માં અપલોડ કર્યા. ખાવાનું ઘરે નાં બનાવતી બાહર થી મંગાવી લેતી સાથે આઇસ્ક્રીમ પણ. ટીવી પર મને ગમતા પ્રોગ્રામ જોયા કોઈ પણ રોકટોક વગર. ત્યાર બાદ મસ્ત ગોદડું તાણી ને સુઈ ગઈ. સાંજે ફરી થી મસ્ત તૈયાર થઈ નીકળી પડી મોલ જવા. મારા પસંદ ની બુક લાવી જે ઘણા સમય થી ટાળતી હતી . પોતાના માટે જ ટાઈમ કાઢ્યો.
સાચું કહું મિત્રો પ્રેમ માં ઘણી તાકાત હોય છે.એ પછી બીજા સાથે હોય કે ખુદ પોતાની સાથે. ફરીથી નવેસર થી જીવન જીવવા લાગીએ છે. મારા મન માં જે હતું એ બધું કર્યું કોઈ પણ રોક ટોક વગર એવું એક દિવસ મન ભરી ને જીવી લીધું. શરીર માં નવી ઊર્જા નો સંચાર થયો. અને આમ હું ફરી થી મારા જ પ્રેમ માં પડી.
મને બધું સારું લાગવા લાગયું. જીવન મુક્તપણે જીવી લ્યો. ક્યારેક પોતાના માટે ટાઈમ કાઢો અને લાઇફ એન્જોય કરો. ખુદ થી પ્રેમ કરો જેથી પાછળ થી પસ્તાવું નાં પડે. જીવી લ્યો પોતાની જિંદગી ??