તું સ્પર્શથી પોકારે, અને ઊંઘ મારી ઉડે, એ સવાર...
હું જાગી ગયો હોઉં, પણ મચક જરી ન આપું, એ સવાર...
તું હળવે સાદે, મીઠાશ થી, નામ મારું બોલે, એ સવાર...
એ મધમીઠો અવાજ સાંભળી, હું ભાગ્ય પર પોરસાઉં, એ સવાર...
તું ખોટો ગુસ્સો દેખાડી, ફરી ઊંઘવાનો ડોળ કરે, એ સવાર...
હું આંખ ખોલી સૌ પ્રથમ, બસ તારો ચેહરો જોઉં, એ સવાર...
હું અપલક અનિમેષ બસ તને ઊંઘતા જોઈ રહું, એ સવાર...
એ ખુબસુરતીના સાગરને, આંખો થી પીતો રહું, એ સવાર...
તું જાણે કે હું નિહાળું છું, અને મંદ મંદ સ્મિત વેરે, એ સવાર...
મારા સ્વપ્ન સરીખા જીવન ને, તું સંમતિ થી સજાવે, એ સવાર...
તું ધીરે ધીરે આંખો ખોલી, હાથો માં હાથ જીલે, એ સવાર...
દામ્પત્ય જીવનનો આપણા, દરરોજ હસ્તમેળાપ નો સમય, એ સવાર...
જાણતા નથી કે ભાગ્યમાં શું લખી છે, સ્વપ્ન સુરીલી એ સવાર?
પ્રાર્થીએ પ્રારબ્ધને, બસ કો'ક દી' શુભ મળે એ સવાર....!!!
- હાર્દિક રાયચંદા (તા. ૨૦/૧૧/૨૦૧૭)