Gujarati Quote in Blog by Bhavika

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સિક્કા ની બે બાજુ

કાલ રાત ની વાત છે જયારે હું મારા દિકરા સાથે એની સ્કૂલમાં આજે શું થયું કે ટીચર્સ સે શું ભણાવ્યું? આ બધા પ્રશ્નો પુછતી હતી ત્યારે એને મને કહ્યું કે આજે મારા હિન્દી નાં ટીચર્સ સે અમને એક સરસ સ્ટોરી બતાવી! મેં એને કહ્યું મને પણ સંભળાવ શું હતી સ્ટોરી?

એને કહેવાનું શરૂ કર્યું કે નાનો ચાર જણ નો પરિવાર હોય છે જેમાં મમ્મી- ડેડી, દીકરો અને દાદા હોય છે દાદા અને પોત્રો એક જ રૂમ શેર કરતા હોય છે દાદા ની ઉંમર થઈ ગઈ હોય છે એટલે દાદા ને શુગર ની બિમારી હોય છે અને તેના કારણે તેમને ઘણી વખત વોસરૂમ જવું પડતું હોય છે. એક વખત દાદા નાં હાથ મા પોત્રા નું એક ટોય આવી જાય છે અને દાદા એનું બટન દબાવાની કોશિશ કરે છે પણ દબાવી શકતાં નથી અને કહે છે કે તારૂં આ ટોય ખરાબ થઈ ગયું છે બાળક બટન દબાવે છે તો એ ટોય ઠીક જ હોય છે ત્યારે બાળકને ખબર પડે છે કે દાદા થી હવે કશું થતું નથી અને એ વૃદ્ધ થયા છે બાળક દાદા ની ખુબ જ સેવા કરે છે અને થોડ દિવસ માં બાળકની પરીક્ષા આવવાની હોય છે તો બાળકની માતા એને બીજા રૂમમાં સ્વીફ્ટ કરે છે તાકી બાળક કોઈ પણ પ્રકારના ડીસટપન વગર ભણી શકે જે બાળકને નથી ગમતું અને એ સ્કૂલ થી આવી ને દાદા પાસે જતો રહે છે આ જોઈને એના પિતા ની આંખ માં આશૂ આવી જાય છે અને એને અહેસાસ થાય છે.

આ આખી વાર્તા સારી હતી કે મા-બાપ ની સેવા કરવી જોઈએ બરાબર છે પણ ક્યારેક આપણે વિચારવું જોઈએ કે વાર્તા માં જે મમ્મી-ડેડી હતાં એને એવું બતાવવામાં આવ્યા કે તેઓ સારા નથી પણ એક માં પોતાના બાળકની પરિક્ષા ના સમયે અગર એને બીજા રૂમમાં સ્વીફ્ટ કરે છે તો એના ભવિષ્ય માટે એમાં ગલત શું છે ? અને હા અગર બાળક એના દાદા ની સેવા કરે છે તો એ પણ એ માં ના જ દીધેલા સંસ્કાર હોય છે એ વાત કેમ આપણે ભૂલી જતા હોય છે અને હા જે ડેડી હોય છે એને આ મોંઘવારીમાં એટલા બધાં પૈસા કમાવા ના હોય છે કે તે પોતાના પરિવારને સુખ સુવિધાઓ વાળું જીવન આપી શકે બાળકો ને સારું એજ્યુકેશન મોટી ઉંમરના માતા પિતા મેડીકલ અને દવો સમાજના વૈહેવાર અને પત્ની ઈચ્છાઓ પૂરી કરતાં કરતાં એને પોતાના માટે સમય મળતો નથી છતાં રાત દિવસ એક કરે છે પરિવાર ને ખુશ રાખવા આ બધું ક્યાંય આ વાર્તા માં બતાવ્યું નથી બસ બાળકો ને એક જ વસ્તુ બતાવવામાં આવી છે કે મમ્મી ડેડી ખરાબ છે અને એ માં દાદા ની સેવા નથી કરતા આવું બતાવા થી બાળકો કેટલી ઈજ્જત આપશે? એના માતા-પિતાને!!

વિચારવા જેવું છે!!!

Gujarati Blog by Bhavika : 111223011
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now