અમે પાંપણ પિંજરના પંખી
આંખ બિડાતા આવીશું...
ક્યારેક વિતેલા બાળપણની મજા કરાવીશું..
તો ક્યારેક વૃદ્ધાવસ્થાનો ભાસ કરાવીશું..
ક્યારેક મનગમતો ચેહરો લાવી લુભાવીશું..
તો ક્યારેક પ્રિયજનની યાદ બની તડપાવીશું..
ક્યારેક મનનાં ખૂણે દફનાવેલી ખ્વાહીશોને કાઢીશું..
તો ક્યારેક અવ્યક્ત એહસાસને વાચા આપીશું..
ક્યારેક ભૂતકાળની કડવી યાદો બતાવી રડાવીશું..
તો ક્યારેક ભવિષ્યની ઝલક બતાવી હસાવીશું..
અમે પાંપણ પિંજરના પંખી..
પિંજર ઉઘડતા ઉડી જાશું...
~~ તમન્ના ~~