બ્લોગ :- ટ્રાફિક એક નજરીયો.
અમદાવાદના ટ્રાફિકથી ટ્રાફિક પોલીસ અને ત્યાના લોકો ખુબ જ પરેશાન થતા હોય છે. હા એ એક હકીકત વસ્તુ છે કે અમદાવાદના ટ્રાફિકના કારણે ઘણા લોકોનુ નુકશાન થતુ હોય છે. જેમ કે પીઝા ડીલેવરી, ઝોમેટો, અને સ્વીગીને સમય લેટ થવાથી થતુ નુકસાન. એમ્બ્યુલન્સ ના કેશોને હોસ્પિટલ પહોંચવા સમયનુ થતુ નુકશાન. સરકારી અને પ્રાઈવેટ નોકરીયાતોને પણ મોડુ પહોચવાને કારણે થતુ નુકસાન વગેરે જેવા અનેક નુકશાનો આ ટ્રાફિકથી થાય છે પરંતુ આ નુકશાની નજરીયાથી તો દરેક લોકો જાણીતા છે પરંતુ લોકોને ટ્રાફિકના ધણા એવા ફાયદાઓ છે જે દેખાતા નથી મારે તમને આ બ્લોગ દ્વારા એ દેખાડવા છે. એક થી દોઢ કલાકના ટ્રાફિકમાં જો તમે તમારા કોઈ એવા સગા સબંધીઓને બસસ્ટેન્ડ છોડવા જઈ રહ્યા છો જેમનુ જવુ તમને નથી ગમતુ તો તમને આ ટ્રાફિકના કારણે તમને તેમની સાથે વધારે સમય વિતાવવા મળી જાય છે. વસુદેવ કુટુંબ કમ્ ને સાકાર કરતુ આ ટ્રાફિક છે કેમકે રોજ કેટલા અજાણ્યા લોકો સીટી બસમા પાસે પાસે બેસીને જામના કારણે એક બીજાને નામ અટક પુછીને પ્રેમ અને એકતાની ભાવના વિક્સાવતા હશે. રિસાઈને ઘરે જતી રાધાનો પીછો કરતો એનો કાન આ ટ્રાફિકના કારણે રાધાની સ્કુટીને catch up કરવાનો સમય મળી જાય અને થોડા સંવાદ બાદ બંનેનુ ફરીથી patch up થઈ જાય એ છે આ ટ્રાફિકના ફાયદા. બારી પાસે બેઠેલા નાના છોકરાને જેને બારી પાસે બેસવુ એ એક સ્વપ્ન અને આનંદદાયી લાગે છે એને બારી પાસે બેસીને જોવા માટે વધુ સમય મળી જશે. પ્રેમજગતમા મજા માળતા યુગલને વધુ સમય સાથે વિતાવવા મળી જશે. મારો તમને જણાવાને મતલબ બસ એટલો જ છે કે જ્યારે પણ તમે કોઈ પણ એવી જગ્યાએ કે સમસ્યામા ફસાઈ જાવ તો એ સમસ્યાની પોઝિટીવ સાઈડ જોવાની આદત પાડો કેમકે એનાથી કાતો તમને એ સમસ્યામાથી બહાર નિકળવાનો ઉપાય મળી જશે અથવાતો એ સમસ્યાને સહન કરવાની તાકાત મળી જશે. પોઝિટિવ અને નેગેટિવ નજરીયો સફળતા કે નિષ્ફળતાનુ કારણ નથી હોતુ પરંતુ તમારી હિમત હારવાનુ કે હિમત જીતવાનુ કારણ જરૂર બની જાય છે.
વાચો મારી વાર્તા બે પાગલ અને કમજોરી કે તાકાત matrubharti પર.
BY:- VARUN SHAHNTILAL PATEL