વગર વાંકે ' સોરી ' કહેતા આવડે છે,
હા મને સંબંધ સાચવતા આવડે છે.
નથી કરતો દુનિયા સાથે ખોટી બહસ,
હા, મને સમય બચાવતા આવડે છે.
ઝાકળમાં દેખાય છે પ્રિયે તારી છબી
મને તો આ રીતે જ પ્રેમ કરતા આવડે છે.
રહું છું મૌન એ મારી કમજોરી ન સમજશો
સમયાંતરે પુણ્ય પ્રકોપ ઠાલવતા આવડે છે.
વાંસળીના સૂર ફેલાવવામાં મશગુલ છું,
ઝૂટવશો તમે તો સુદર્શન ફેરવતા આવડે છે.
લખું છું કાગળ પર નાનું મોટું કંઈ પણ,
હા, મને એકાંત વિચરતા આવડે છે.
પ્રભુ હવે તું હદથી વધારે કઠોર ન થા,
લોકોને હવે પ્રભુ બદલતાં આવડે છે.
નથી કરતો કોઈ સવાલ તારા ન્યાય પર,
પ્રભુ મને ધીરજ ધરતા આવડે છે.
- નિશાન