મા,
સ્મૃતિ પટથી,
દિન-પર્ણ ખરતાં જાય છે.
અનેક ચિત્ર. સરતા જાય છે,
અનેક પ્રસંગો ફરતાં. જાય. છે.
મન લઇ જાય છે મને;
શૈશવની ડેલીએ,
ઉંબરમાં ઊભી છે મા
મરક મરક હસતી,
દોડી. સરસી ચાંપી...
ગાલે બચી ભરી...
એ અકબંધ છે
બસ..એ...જ ....અકબંધ છે!
હજી લગી છે અકબંધ
મારા માનસ પટમાં
આજીવન. રહેશે!