પમરાટ
આંગણામાં ગાડી, રવેશી માં સાવરણી, ઢાંકતાં,ખસેડતાં..
ભીંજાય ના કપડાં ક્યાંક સુકવેલાં તારપર લેતાં-લેતાં..
ન ઘૂસે કીટક-મચ્છર બારી-બારણા વાસતા-વાસતા ..
બુઝાશે બત્તીઓ વરસે જો મેઘ ઝટપટ રસોઈ આટોપતાં...
દિનચર્યા આખી રઘવાઈ,સ્ત્રી એમાં બઘવાઇ.એ જોવાનુંય ભૂલી ધરા કેવી સજાઈ.
ગમતો તો એનેય મેઘ વરસતો, મન મૂકી ન્હાતી એય સખીઓ સંગ.
ભીની માટી ની મહેક એનેય હિલ્લોળતી, વર્ષા સંગ નૈસર્ગી એનેય ખીલવતી.
ભીના પવન નો રોમ રોમે પમરાટ, યૌવન ને ઉમરે મહેક્યો જ્યારે પહેલી વાર..
એ ઘડી નથી વિસરાઈ પણ એ જિંદગી જાણે વિખરાઈ.
ઝંખતી એ વરસાદ જે વરસતો અવિરત ઉર ને ધાર.
મળી જાય જો એકાદ ક્ષણ પેલો પમરાટ, પળ માં ખીલશે રન્ના ઇન્દ્રધનુષી ધાર
રન્ના વ્યાસ .