કોઈ મારી જિંદગી થઇ જાય તો,
એ જ મારાથી જો ના પરખાય તો!
માનવે વાંચ્યા હશે સૌ પુસ્તકો,
પણ સ્વયંની જાત ના વંચાય તો!
તોડી નાંખો ભૂલથી દિલ કોઈનું,
ને પછી દિલમાં દુખાવો થાય તો!
મૃત્યુ પામે આપણું કોઈ સ્વજન,
આંખમાંથી આંસુ ના છલકાય તો!
આજ તો 'ધબકાર' જીવી લો જીવન,
કાલ જો પાછો સમય બદલાય તો!
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)