....#....શ્રીફળ....#....
શ્રીફળ એટલે કે નારિયેળ...
નારિયેળ એ એકજાતની બલીનું પ્રતીક છે.
ચાલો જાણીએ આજે આ "શ્રીફળ " વિશે અમુક વાતો...
નારિયેળ એટલે હિન્દુધર્મનું શુભત્વથી પરિપૂર્ણ ફળ.... જ્યારે ભગવાન વિષ્ણુંએ પૃથ્વીલોક પર અવતાર લીધો ત્યારે તેમની સાથે ત્રણ વસ્તુ લક્ષ્મી,કલ્પવૃક્ષ(નારિયેળ) અને કામધેનું લાવ્યા,તેથી નારિયેળને શ્રીફળ કહે છે.
"શ્રી એટલે લક્ષ્મી અને ફળ એટલે ફળ". જેનાથી લક્ષ્મીજી ફળ આપે છે,એવું શ્રીફળ લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે,આમ નારિયેળ એ વિષ્ણુપ્રિયા ફળ છે,શ્રીફળ છે.
દેવી-દેવતાઓને શ્રીફળ વધેરવામાં આવે છે, આની પાછડ બલિદાનનો ભાવ છે. જે દેવી-દેવતાઓને બલીના નામે નાના બાળકો અને મૂક પશુઓની બલી ચઢાવવામાં આવતી હતી,એના સ્થાને શ્રીફળની બલી ચઢાવવામાં આવે એવો આપણાં ઋષિમુનીઓએ સંકલ્પ કર્યો. અને શ્રીફળને પણ બે આંખ,નાક અને ચોટી છે એમ દર્શાવી શ્રીફળ બલીના સ્થાને ઉપયુક્ત છે,આમ જાહેર કરવામાં આવ્યું. અને આમ ખોટી જીવહત્યાને રોકવા માટે શ્રીફળ સ્વયં પોતાની બલી આપવા સદાકાળ માટે ઉપસ્થિત છે,એવું વચન આપે છે.
હિંદુ ધર્મમાં મંદિરોમાં દેવી-દેવતા પાસે નારિયેળ વધેરવામાં આવે છે. એની પાછળ બલિદાનની ભાવના છે. મનુષ્ય અને પશુનું બલિદાન આપવાવાળા પ્રાચીન માનવને વિશ્વામિત્ર દ્વારા નિર્મિત પ્રતીક-સૃષ્ટિના નર અર્થાત્ નારિયેળનું બલિદાન આપવાનું સૂચન કર્યું છે.
જેમ અન્ય માટે શહીદ થનારના પાળીયા (ખાંભી) પુજાય છે,એવી જ રીતે અહિંયા તો સદાકાળ માટે નારિયેળ પોતાની બલી આપે છે.
આમ નારિયેળ,એ નારિયેળ મટી શ્રીફળ બને છે.
૧) શ્રીફળ સ્ત્રીઓએ વધેરવું વર્જિત :-
એક માન્યતા છે કે નાળિયેર બીજ છે.તે ઉત્પાદન(સંવર્ધન) તરીકે ક્ષમતા સાથે સંકળાયેલો છે.સ્ત્રીઓ ઉત્પાદન(સંવર્ધન) કારક છે.માટૅ તે બીજ છે અને બલ માત્ર પુરુષ જ આપી શકે.આ કારણથી પણ સ્ત્રીઓ નાળિયેર ફોડી શકતી નથી.
૨) એકાક્ષી શ્રીફળ :-
એકાક્ષી નાળિયેરને સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
એકાક્ષી નાળિયેર ખૂબ જ દુર્લભ છે.સામાન્ય રીતે કાથી નીચે બે આંખ હોય છે,પણ એકાક્ષી નાળિયેરમાં એક જ હોય છે જે ધરમાં એકાક્ષી નાળિયેર હોય છે ત્યાં માં લક્ષ્મીની વિશેષ કૃપા જોવા મળે છે.ત્યાં ધનની ઓછપ કદી આવતી નથી.ત્યાં વાસ્તુદોષ રહેતો નથી અને પરિવારને દરેક કાર્યમાં સફલતા પ્રાપ્ત થાય છે.
૩) પૂજાનું નારિયેળ ખરાબ નીકળ્યું,હવે? :-
જ્યારે આપણે શ્રીફળ વધેરીયે અને એ અંદરથી ખરાબ નીકળે,તો મગજ જાત જાતના ખોટા વિચારે ચઢી જાય છે જેમકે,
- દેવ નારાજ થયા હશે?
- કોઇ અણબનાવ બનશે?
- પૂજા અધૂરી રહી હશે? વગેરે વગેરે...
હકીકતે આવું નથી.શ્રીફળનું ખરાબ નીકળવું ખુદમાં એક શુભચિહ્ન છે. આનો અર્થ એમ થાય છે કે જે દેવને એ શ્રીફળ ચઢાવવામાં આવ્યું હતું એમણે સ્વયં એ પ્રસાદનું ગ્રહણ કરી લીધું છે. અને યાચકની મનોકામના પૂર્ણ થવાની છે. આ સમયે યાચક જે માગે એ અવશ્ય મળે છે. પરંતું અભાગી જીવ પામી ના શકે,એ રીતે જ્યારે ખરાબ શ્રીફળ નીકળે છે ત્યારે યાચક અમંગળ થયું એમ વિચારી પોતાનું વરદાન માગવાનું ચૂકી જાય છે. અને ખોટા વિચારોમાં અટવાઇ ને "બાવાના બે'ય બગાડી બેસે છે"...
તો મિત્રો, હવે જ્યારે પણ આપનું શ્રીફળ ખરાબ નીકળે ત્યારે વ્યર્થ ચિંતા કર્યા વિના, અને દુકાનદાર સાથે ઝગડો કરવાનું વિચારવા વિના, એ જ ક્ષણે,જે પણ મહેચ્છા હોય એ,"ઇશ્વર પાસે માગી લેજો." નહિતર અવસર ચૂકી જશો.
અને "બેય બગાડી બેસસો" હા હા...
(નોંધ :- આ પોસ્ટ અને આના પહેલાંની "પાટલાસાસુ"વાળી પોસ્ટ "હિનાજી"ના સૌજન્યથી મૂકવામાં આવી છે.)
......શુભસ્તુ.....
હર હર મહાદેવ....