Gujarati Quote in Thought by Oza Dhruv

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાગણી...

ખબર નય પણ લાગણીઓ એવું તો શું એક માણસ ના અસ્તિત્વ ઉપર કામ કરે છે જેનાથી એક સમય નો તમારો અંગત વ્યક્તિ બીજી ક્ષણ નો તમારો સાવ અજનબી બની જાય છે.

આવું થતું હોય છે રોજિંદા વ્યવહારમાં જેને આપણે બધા પ્રેક્ટિકલ લાઈફ કહીયે છીએ. ને એમાં તો ચાલો સમજ આવે એવા મુદ્દા છે,પણ.

વ્યક્તિગત જિંદગી માં આપડે ફરજ પાડીએ છીએ એવું થવા દેવા માટે પણ હકીકત માં એવું થતું નથી.મારી આસપાસ રહેલા મારા અંગત મને આજેય બધા યાદ છે. ભલે સમયના ચક્રવાદ માં અમે અત્યારે અંગત નથી છતાં એની સ્મૃતિઓ જીવંત છે મારા અંદર.

ને મને ખરેખર અંદરથી એવું લાગે છે કે અંગત સંબધ ક્યારેય બદલાતા નથી.એની માટે નો પ્રેમ ક્યારેય મારતો નથી તમે ગમે એવડા નાટક કેમ ના કરી લો એ પ્રેમ એમ ને એમજ રહે છે જીવંત.

તો શું એવું ના થય શકે કે થોડા વિચાર ખુદ સાથે કરો.તમે જેની સાથે એક સંબધ રાખ્યો છે ભલે એમાં તમે અત્યારે અંગત નથી પણ શું એવું ના બની શકે કે તમે પણ એ સંબધ ને સાચવવામાં ભૂલ કરી હોય. તમારે સંબધ જોઈ છે પણ તમે એ સંબધ સાચવવા કાઈ કર્યું જ નથી એવું પણ બની શકે ને.

કેમ કે તમને લાગણી છે એ સંબધ પ્રત્યે તો તમારે એ સંબધ વિશે વિચાર ના કરવો જોઈ?શુ એને એમ ને એમ બસ જાવા દેવો જોઈ. જો તમને ઉમ્મીદ હોઈ કે જે સંબધ તમારે એની સાથે જોઈ છે એ બની શકે એમ છે તો થોડું એફર્ટ કરવામાં પણ તમે કતરાસો?મને નથી લાગતું એ સાચું છે.

કેમ કે અંગત લાગણી ક્યારેય મરતી નથી તમે ભલે પોતાના જાત થી હજાર જૂઠ બોલી લો એ લાગણી બહાર આવી જ જાય છે ક્યાંક ને ક્યાંક.

ને જો તમારા સંબધોમાં પણ આવું થયું હોય તો હું કઉ છું શાંત બેસી થોડું વિચારી લો. ને જો ભૂલ સ્વીકારશો તો મને એટલી તો ખબર છે ગાંઠ સમાધાન ની એમાં નહીં હોય આગળ જતાં. બસ મહેનત તમારા દિલ અને દિમાગ ને કરવાની છે ને જો સમજણ આવે તો હજી એ સંબધ ને પાછો બનાવી લો જિંદગીભર નો અફસોસ રે એ પેલા.

#બાકી તમારું શુ કેવું છે ભાઈબંધ?

Gujarati Thought by Oza Dhruv : 111209078
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now