કેટલીય લાગણીઓ એવી છે
જે શબ્દોમાં રૂપાંતરિત થતી નથી,
અંતરમાં જે વહે છે ક્યારેક
વેદનામાં સહી છે એવી અનુભૂતિ
અહીં લખાતી નથી,
દુનિયામાં અગણિત સંબંધો જોયા પછી
મારા મૌન રહેવાની કળા મને
સમજાતી નથી,
ઉડું છું હું મારા મનના ખુલ્લા આસમાનમાં
આ વાસ્તવિકતાની દુનિયા હવે
મને ગમતી નથી,
અનુભવવા તો માત્ર એક જ એહસાસ
પણ છે પૂરતો
સ્વાર્થના સંબંધોમાં સમય વિતાવવો
જરૂરી નથી,
સ્વયંના અસ્તિત્વ પર ટકી રહું બાકી
ત્યાં પહોંચ્યા જેવી મંઝિલ
બીજી કોઇ નથી..
- ચૈતાલી કાપડિયા