ઉરમાં દર્દને છૂપાવીને જીવું છું.
હાસ્ય મુખે હું લાવીને જીવું છું.
કોને કહેવી આંતર્વેદના મારી,
ભૂતકાળને ભૂલાવીને જીવું છું.
જિંદગી સંઘર્ષનો પર્યાય મારે,
વર્તમાનને હું વધાવીને જીવું છું.
છું હું તો પાનખરનો જ પથિક,
વસંતને વિસરાવીને જીવું છું.
કાલિંગડાના સૂર રહે વહેતાને,
બહારને બાદ કરીને જીવું છું.
કોઈ સમજે ના સમજે શક્ય,
સમયને પણ તાવીને જીવું છું.
વેદનાને પલટાવી છે વંદનામાં,
મુસીબતોને હંફાવીને જીવું છું.
ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.