પ્રેમ ના પારખાં કે પ્રતિશોધ ના હોય..!
એ તો કુદરતી વહેતો પ્રવાહ છે.
ક્યાંક જિંદગી ભર સાથે રહી જાય,
તો ક્યાંક છોડી ને જતો પણ રે..!
નફો -નુકશાન ,માન -અપમાન પ્રેમ માં ના હોય...
એ તો કુદરતી રુણાનુબંધી ઉપહાર છે.
જો મળે તો જીવી લેવા જેવો અહેસાસ છે,
ને એની અદ્દભૂતતા એજ એની નવીનતા છે બસ.
-Hina modha.