લીલેરૂ પાન ડાળેથી તુટતુ રહ્યુ,
હંમેશા કંઈ ને કંઈ છુટતુ રહ્યુ...
જોયા અગણિત સંબંધો દુનિયામાં,
દરેક સંબંધમાં કઈક ખુટતુ રહ્યુ...
શોધતુ રહ્યુ મન ખુલ્લુ આસમાન,
પંખી પાંજરામાં આમતેમ ઉડતુ રહ્યુ...
ઉપાડયા અઢળક ફૂલ છોડ બગીચામાં,
આવી ભ્રમર ફૂલોનો રસ ચુસતુ રહ્યુ...
જ્યા જોયુ ત્યા મળ્યા સ્વાર્થના ઢગલા,
લાગણીઓના નામે કંઈ ખુચતુ રહ્યુ...