Gujarati Quote in Story by Sagar

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

??કર્તવ્ય નિષ્ઠા??
ગુજરાતમાં એક પ્રસિદ્ધ વકીલ રહેતા હતા એક વાર તેઓ એક કેસ લડી રહ્યા હતા. ત્યારે ગામમાં તેમના પત્ની બીમાર થઈ ગયા. તેવો તેની સેવા કરવા ગામ પહોંચી ગયા તે દીવસોમાં જ તેમના કેસની તારીખ પડી ગઈ. એક બાજુ પત્ની નું સ્વાસ્થ્ય હતું તો બીજી બાજુ તેમનો કેસ. તેમને અસમંજસમાં જોઈને પત્નીએ કહ્યું- મારી ચિંતા ન કરો. આપ શહેરમાં જાવ. આપના ન રહેવાથી ક્યાંક કોઈ નિર્દોષને સજા ન થઈ જાય. વકીલ સાહેબ દુઃખી મને શહેરમાં ગયા. જ્યારે તેઓ પોતાના અસીલના પક્ષમાં દલીલો કરવા ઉભા થયા જ હતા ત્યાં કોઈકે તેમના હાથમાં એક ટેલીગ્રામ મુક્યો. તેમણે ટેલીગ્રામ વાંચીને પોતાના ખીસામાં મુકી દીધો અને દલીલો ચાલું રાખી. પોતાના પુરાવાના આધારે તેમણે પોતાના અસીલને નિદોર્ષ સાબિત કરી દીધો કે જે નિદોર્ષ હતો પણ ખરો. બધાં લોકો વકીલ સાહેબને અભિનંદન આપવા ગયા અને તેમને પૂછવા લાગ્યા કે ટેલીગ્રામમા શું લખેલું હતું ? વકીલ સાહેબે જ્યારે એ ટેલીગ્રામ સૌને બતાવ્યો તો બધા અવાક્ રહી ગયા તેમાં તેમની પત્નીના મૃત્યુના સમાચાર હતા. લોકોએ કહ્યું કે આપ આપની બીમાર પત્નીને છોડીને કેવી રીતે આવી ગયાં ? વકીલ સાહેબ બોલ્યા-આવ્યો હતો તો તેના આદેશથી જ કારણ કે તે જાણતી હતી કે નિદોર્ષને બચાવવાનું કતવ્ય સૌથી મોટો ધર્મ હોય છે. એ વકીલ બીજું કોઈ નહીં સરદાર વલ્લભભાઈ પટેલ હતાં, જેઓ પોતાના આ કતવ્યપાલનને કારણે લોહપુરુષ કહેવાયા.
? બોધ
દરેક વ્યક્તિ નાં જીવનમાં અવરોધો આવે છે મુશ્કેલીઓ આવે છે તેની સામે ઝઝુમી ને પણ હંમેશા કતવ્યનુ પાલન કરે છે *નીસંદેહ* એજ સાચો કતવ્ય નીષ્ઠ છે!

Gujarati Story by Sagar : 111203908
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now