તારા આવવાનાં અેંધાણ વરતાણાં
વહેતી નદીના નીર પણ હરખાણાં
ઉપરવાસ ડાબ વાગી નજર ઠેરાણી
ત્યાંતો મનમાં અનેક વમળો સરજાણાં
ગોઠણ લગ પાણીમાં ગળા લગ ભરોસો
ભલેને વીતી જાય ગમે તેટલા વહાણાં
ઘુંટી ઉપર ઘુંઘર ઘમઘમે તારી યાદના
સુર અેના છેક નાભી સુધી રેલાણાં
હૈયું ન રહે હાથમાં અણહાર વરતાણાં
ભીતર મિલન તણા ઘમાસાણ મંડાણા
યોગેશ સુતરીયા