Quotes by Yogesh Sutariya in Bitesapp read free

Yogesh Sutariya

Yogesh Sutariya

@yogeshsutariya205603


તારા આવવાનાં અેંધાણ વરતાણાં
વહેતી નદીના નીર પણ હરખાણાં

ઉપરવાસ ડાબ વાગી નજર ઠેરાણી
ત્યાંતો મનમાં અનેક વમળો સરજાણાં

ગોઠણ લગ પાણીમાં ગળા લગ ભરોસો
ભલેને વીતી જાય ગમે તેટલા વહાણાં

ઘુંટી ઉપર ઘુંઘર ઘમઘમે તારી યાદના
સુર અેના છેક નાભી સુધી રેલાણાં

હૈયું ન રહે હાથમાં અણહાર વરતાણાં
ભીતર મિલન તણા ઘમાસાણ મંડાણા
યોગેશ સુતરીયા

Read More

*સાચી "મુડી" તો*
*આપણા "સંબંધો" છે,*
*બાકી "મહેલો"ની "એકલતા"માં,*
*તો કંઈક "ધુરંધર" રોયા છે,*

*"માટી" જ આપણને*
*"જકડી" રાખશે,*
*બાકી "આરસ" પર તો*
*ઘણા લોકોને*
*લપસતા" જોયા છે."..!!!*

*G⭕⭕D 〽⭕➰N❗NG*

*?Jay Swaminarayan?*

Read More

?લીમડાના પાન મે પણ ચાખ્યા છે
માણસના બોલ કરાતા મીઠાં લાગ્યા છે
#gσσ#мσяиιиg

True Caller થી contact નંબર કદાચ તું શોધી શકીશ..
કોફી પી ને વાત કરવા તો રૂબરૂ આવવું પડશે..

Google Map માં Location મારું જોઈ શકીશ..
પણ ખંભે રાખવા હાથ, Time કાઢી આવવું પડશે..

Instagram પર સ્ટોરી મારી રોજ રોજ જોઈ શકીશ..
લાગણી જોવા તો મારી સામે જ આવવું પડશે...

What's App પર Emojis થી હસી રડી શકીશ..
પણ આંસુ લુછવા તો રૂમાલ લઈ આવવું પડશે..

Facebook માં ફોટો ને Like comment કરી શકીશ..
પણ પીઠ મારી થાબડવા તો પાસે આવવું પડશે..

Zoom પર કલાકો સુધી Video call કરી શકીશ,
પણ ગળે મળવા તો દોસ્ત રૂબરૂ જ આવવું પડશે...

Read More

શું કિન્ના, શું કાનેતર!

અમે તો ‘પતંગ ઉડાડવા’ની સીઝનના માણસ હતા. આમ ક્યારે બે-ચાર દિવસના ‘પતંગોત્સવ’ના પ્રેક્ષક બની ગયા એ ખબર જ ન પડી.

કો’ક કો'ક દિ’ અગાશી ભીની કરી વિદાય લેતું ચોમાસું અમારા ‘પતંગ ટાણા’ આવ્યાની છડી પોકારે અને પછી ભાદરવો-આસો સુધી આકાશ અમારું. આમ, દોઢ-બે મહિના ચાલતું લાં....બુ ‘પતંગ ટાણું’ કેમ ભૂલાય? અગાશીની ‘ચમનબંગલી’ કે ઉપરના ઓરડામાં ડામચિયાના પાયાઓ નીચે દોઢ-બે મહિના સુધી પડી રહેતી અને રોજ સાંજે નીકળતી થોડી ઘણી પતંગો અમારા બાળપણની સંપત્તિ હતી જે હવે સ્મૃતિ બની ગઈ.

રોજ સાંજે નિશાળેથી આવી દફતરનો ઘા કરી અમે હરણીયાંની જેમ અગાશી તરફ દોટ મૂકતા. ન હાથ ધોવાનું ભાન કે કપડાં બદલવાનો સમય, ન ભૂખની પરવા કે ન પડવા આખડવાની બીક. ‘પતંગ ટાણા’ની ઢળી જતી સાંજ અમને વેરી લગતી, એમ જ થાય કે અંધારું મોડું થાય તો સારું.

હવે તો ઉત્તરાયણે ધાબે ચઢો અને વાસી ઉત્તરાયણે ધાબેથી ઊતરો એટલે પતંગોત્સવ પૂરો! બે-ત્રણ દિ’માં માળિયામાં કે કબાટની ઊપર મૂકાઈ જતાં પતંગ-ફીરકી ભૂલવાં જ પડે.

પતંગને લગતી અમારી પરિભાષા સાવ જુદી અને રસપ્રદ હતી. પતંગને અપાતી ‘છૂટ’ અમારે માટે ‘ઉછાકલો’, ‘ગરીયો’ અમારે માટે ‘મચ્છી ભાત’, ‘માથે દાર’ અમારે માટે ‘તોપ ભાત’, ‘કમાન’ અમારે માટે ‘કમરી’, .'ઢાલ' અમારે માટે ‘ફાફ’ અને 'ટુક્કલ' અમારું 'ફાનસ' હતાં.

અરેરે, અમે ક્યારથી ઢીલ આપી પતંગ કાપવાનો વિવેક ભૂલી દોર ખેંચીને તોછડાઈથી પતંગ કાપતા થઇ ગયા! અમે ક્યારથી ‘હો...કાટા...’ના એકલ-દોકલ સાદને બદલે ‘કાપ્યો છે’ની ચિચિયારીઓ સાંભળતાં થઇ ગયા! અમે ક્યારથી અમારી પતંગોને ‘તલ્લા ગોથ’ મારતાં જોવાની મજા લેવાને બદલે બીજાની પતંગો ‘લપેટતા’ થઇ ગયા! ‘પતંગ ટાણા’માં રોજ સમી સાંજે થોડા થોડા સમયે અગાશી સુધી પહોંચતી આસપાસના મંદિરોની આરતીના ઘંટારવ અને નગારાંના ગેબી અવાજ સાંભળતાં અમે, કર્કશ માઈકના સાઉન્ડ, ફટાકડાના કાન ફાડી નાખતા અવાજ અને નર્યો ઘોંઘાટ સહન કરતાં શીખી ગયા!

પણ એક વાત છે. ઉત્તરાયણ કહો કે સંક્રાંત, આ પર્વનું ધાર્મિક, સામજિક, પારિવારિક અને વૈજ્ઞાનિક મહત્વ જે કાલે હતું તે આજે પણ છે. પતંગોત્સવ તો પર્વની ઉજવણીનું નવું નામ છે, નવી શૈલી છે. મને લાગે છે ઉત્સવ નહીં, અમે બદલાઈ ગયા.

આજે દૂર દૂર સંધ્યાના રોમાંચક રંગોમાં હું અમારું ગઈકાલનું ‘પતંગ ટાણું’ અને આજની ‘ઉત્તરાયણ’ એકાકાર થતાં જોઉં છું ત્યારે મને છેલ્લી છેલ્લી ઉત્તરાયણે બધી સીઝનની પતંગો ઉડાડી લીધાનું યાદ આવે છે.

ધાબાને અગાશી નામ આપ્યું’તું અને ભાદરવો-આસોનું આકાશ ખાસ ભાડે રાખ્યું’તું, સંક્રાંતનો પવન ઉછીનો મંગાવ્યો’તો અને પતંગોની કિન્ના બાંધવાનાં કાણાં પાડવા માટે અગરબત્તી પણ સળગાવી'તી. તલની લાડુડી ને ચમેલી બોર પણ હતાં, કદાચ.

ઢીલથી કે ખેંચીને, પતંગ કાપ્યો’તો કે કપાયો’તો એ બરાબર યાદ નથી આવતું! આકાશ પણ નિરૂત્તર છે.

Read More

ભિંત ફાડી ને અમે ભાળી ગયાં
તોયે પેટ ભરવાને તમે ટાળી ગયાં
ખાવા જેવી ચિજ અનેક ઉપલબ્ધ
છતાંય ક્રુરતાથી તમો ચાવી ગયાં

Read More

*સિધ્ધાંત કરતાં સહકાર*
*અને*
*બહુમતી કરતાં સહમતી*
*શ્રેષ્ઠ છે*

*બહુ...*
*દૂર જોશો તો..*
*નજીક નહીં દેખાય..*

*બહુ...*
*ખામીઓ જોશો તો..*
*ખાસિયત નહીં દેખાય..!!*

*G⭕⭕D 〽⭕➰N❗NG*

*?Jay Swaminarayan?*

Read More

*શું વેંચીને તને ખરીદુ,*
*"એ જિંદગી"*

*મારુ તો બધુજ ગીરવી પડ્યું છે.*
*જવાબદારીના બજારમાં...*

*હું રોજ રાત્રે વીતેલા દિવસ ને અગ્નિદાહ આપું છું.....!*

*અને રોજ સવારે સમયની આંગળી પકડી જિંદગી ચલાવતો રહું છું..*

*ગુમાવ્યા નો હિસાબ*
*કોણ રાખે ?*

*અહિં તો કોણ મળ્યા,*
*એનો આનંદ છે..!*

*આજે પડછાયા ને પૂછ્યું,*
*કેમ આવે છે મારી સાથે,*

*તેણે પણ હસી ને કહ્યું,*
*બીજુ કોણ છે તારી સાથે .*
*Shubh Savar*

Read More

પહેલા 1000 વાર દોરી પણ વધતી હતી.
અને હવે 5000 વાર દોરી પણ ઓછી પડે છે !!
ખબર નથી પડતી કે બધા દૂર............જતા રહ્યા છે કે કાપાકાપી વધી ગઈ છે
*દરેક વખતે શરીરમાં વિટામીન જ ઘટે એવું જરૂરી નથી,*
*સાહેબ...*
*ક્યારેક વ્યક્તિત્વનો પણ રિપોર્ટ કરાવજો,*
*શું ખબર ?*
*"માણસાઈ પણ ઘટતી હોય.*


yo_

Read More

આમ પણ ખાઉધરા ગલી તેમજ બીજી લારી ઓ પર બટર ને બદલે " Delicious " નામનાં અમુલ કંપની ના મરગારિન નામનાં માખણ જેવાં દેખાતાં પદાર્થ માંથી આઇટમો બટર કહી ને બનાવેછે . આ Delicious નાં 500 ગ્રામ નાં પેકેટ ની કિંમત ફક્ત 62=00રૂપિયા છે . જ્યારે અમુલ નાં રિયલ Butter ની 500 ગ્રામ ની કિંમત 225=00 રૂપિયા છે . લોકો મુર્ખ બંને છે અને લારી વાળા મુર્ખ બનાવે છે.
Delicious નાં પેકેટ ઉપર કશે પણ આ બટર છે એમ લખ્યું નથી . પેકેટ પર ચોખ્ખા શબ્દોમાં આ મારગારીન છે એમ સ્પષ્ટ જણાવ્યું છે.
જે ભાઈ ઓ હંમેશા લારી ઉપર બટર માંથી બનાવેલ આઇટમો ખાવાના શોખીન છે તેમણે આ વાત નું ખાસ ધ્યાન રાખવું કારણ કે આ Delicious ની કિંમત તેલ ની કિંમત કરતાં પણ ઓછી છે અને આ બટર નથી. આ Delicious આપણા શરીર માટે ખૂબ નુકસાન કારક છે .
??ઉપરની માહિતી તમારા મિત્રો તેમજ સગાંસંબંધીઓ ને ખાસ જણાવો જેથી તેઓ આ લુચ્ચા નફાખોર લારી વાળાઓ થી લુટાતા બચે.

Read More