એક બીજા સાથેના
એક યાદગાર સફર પછી,
તું ને હું છુટા પડીએ છીએ !
કદાચ પાછા ફરીએ છીએ,
પોતપોતાની રાહ પર !
તું મને યાદો માં જીવાડીશ,
ને હું તને !
વર્ષો પછી કોઈ એક વળાંકે
તને અને મને,
જિંદગી જો ફરી વાર મળાવશે
ત્યારે એક બીજાની આંખોને,
બસ એટલું જ
યાદ હશે કે આપણે,
ક્યાંક મળ્યા છીએ... ! - સંજુ