મજધારી નૈયામાં હું જિંદગીને તરાવા બેઠી
હાલકડોલક નાવ મારી ડૂબવા લાગી
સાગરની લહેરો આકાશ ને અડવા લાગી
ને એ ગગનચુંબી વાયરો ધરા ને સાવ ઉડાડી જાણ્યો
નભ કેરા નક્ષત્રો દિશા ખોઈ બેઠાં
ને ત્યાં જ અદ્ધવચે રહેલી નાવ અચાનક દિશા ભાળી ગઈ
કિનારાની ખબર નથી પણ મિનારો દેખાવા લાગ્યો
છેલ્લે છેલ્લે પણ લહેરો એ એનું કામ કર્યું મહેર વરસાવી
ત્યારે ખબર પડી જિંદગી નો કોઈ જ કિનારો નથી હોતો એતો અફાટ દરિયો જ છે..!!
ડુબવાનો જેને ડર ના હોય ને તરવાની જેને હોંશ હોય એ જ સાચો તરવૈયો છે.
-Hina modha