ફરી વળ્યો બધા ડુંગર કોતર
પણ તોય ના મળ્યો ક્યાંય શંકર...
પૂછ્યું સરનામું સહુ સાધુ ફકીર ને,
ક્યાંય થી ના મળ્યો કોઈ ઉત્તર....
અચાનક જોઈ એક દરિદ્ર ની ઝૂંપડી
એના દર્શન થી દ્રવી ઉઠ્યું અંતર...
સેવા માત્ર થી પ્રફુલ્લિત બની ઉઠ્યો,
એના હર્ષ ના અશ્રુ માં દેખાયો શંકર..
~અદ્વૈત