તને જોતો
અમીનેષ નજરે
હું.
સાંજ નો સમય અને વળી
ઝરૂખા માં બેસેલી
તું,
તારા ઝુલ્ફો ની લટ
પવનમાં ગાલ પર ફરફરે
એ જોઈને દિલ મારું મચલે,
તારા સ્મિતની હૈયે તરસ
તારા એક સ્મિત કાજ
જિંદગી ફના
બસ એટલું જ ચાહું.
રહે મારી નજર ની સામે
તારી મંદ મંદ મુસ્કાન
મારા દિલ ની ધડકન
બસ તને અમીનેષ
નજરે જોતો
હું.