એક જિદ્દી અને અલ્લડ છોકરી,
છે તો નજર સામે જ...
એના સિલ્કી વાળ.. અને એનો ચોટલો તો જાણે કાળો નાગ...
સામે જ બેઠી છે...
દિલ માં સ્પંદનો જગાવતી..
થોડીક શરારત કરાવવી..
મારી કલ્પનાને ચાર ચાંદ લગાવતી..
સાંજ નો સમય,.
અને વળી સૂરજ ના રતૂંમડા કિરણો..
એની ગાલ પર ઉછળકૂદ કરતા..
મને જોઈને મારી સામે કટાક્ષ કરતા..
મને ચીડવતા..
જો તને ગમતા ગાલો પર
અમે મસ્તી ભરી શરારત કરીએ છીએ..
તું મજબૂર છે,
તને જલન તો થતી જ હસે ને...
અમારાથી...