જ્યારથી મારા એકાંતમાં હું મસ્ત છું.,
ત્યારથી જિંદગીથી કોઈ ફરિયાદ નથી,
હજારો પક્ષીઓનો શોરબકોર અને
સાગરની લહેરો સાથેનો વાર્તાલાપ
જે ખુશી આપે છે,બીજે ક્યાંય નથી,
ક્યારેક વ્યસ્તતાએ માઝા મૂકી હતી જિંદગીમાં,
પણ જ્યારે ભીતરથી પરિચિત થઈ તો
દુનિયાની હવે કોઈ ફિકર નથી,
હવે સંબંધોના સરવાળા-બાદબાકી મને
નથી ફાવતા, પણ એકાંતમાં મારી હાજરી
મહેસૂસ કરું,એવી બીજી કોઈ
અનુભૂતિ નથી,
ભીડમાં રહીને પણ ભીડથી અલગ રેહવું
એના જેવો બીજો કોઈ અનુભવ નથી..
- ચૈતાલી કાપડિયા