ચોમસાને કાગળ લખ
એ સમજી જાશે..
ના ફાવે તો ઝાકળ લખ,
એ સમજી જાશે..
અડખે - પડખે
લાંબા - ટુંકા મીંડા દોરી..
એની નીચે વાદળ લખ,
એ સમજી જાશે..
અકાદ - બે સર્પાકારી
લીટી દોરી..
એમાં વચ્ચે ખળખળ લખ
એ સમજી જાશે..
તીર જેવું દોરી
એનો છેડો તું લંબાવ..
હળવેથી હળ લખ
એ સમજી જાશે..
જેવી ફાવે એવી
તું બે આંખ ચિતરજે..
પાંપણ નીચે જળ લખ
એ સમજી જાશે..
અગન ઓકતા આભમાં
પંખી જેવી બે લીટી તાણ..
એની નીચે ચાતક લખ
એ સમજી જાશે..
ચોમાસાને કાગળ લખ
એ સમજી જાશે..
-- અજ્ઞાત