દર્પણ ના દર્શન_બારી માંથી મજા નો પવન ફૂંકાઇ રહ્યો છે. ઓરડા ના બીજા છેડે બારણાં માં બાંધેલા પડદા હવા માં લહેરાઈ રહ્યા છે. દૂર બીજા ખૂણા માં એક દીવો અને અગરબત્તી પ્રગટાવી રાખી છે.બારી માંથી ફૂંકાતા પવન થી દીવા ની લો હવા માં ચળવળ કરે છે.જાણે હમણાં બુઝાઈ જવાની હોય.એક કાચી ઉંમરે પરણી ને ઘર નો તાત બનેલો યુવાન ગંભીર ચહેરે ઓરડા માં આવે છે.ભારે પગલે બારી પાસે મુકેલી જુલા ખુરશી સુધી જાય છે અને પોતાના શરીરને જુલા ખુરશીમાં ફેકી દે છે.આંખો બંધ છે છતાં ચિત્રો દેખાયા કરે છે.ગળું સુકાતું જાય છે, છતાં ગળા માં ડૂમો બાજી છે.હાથ માં ખાલી ચડી રહી છે,છતાં એ હાથ થી પોતાનો ચહેરો ઢાંકે છે,એમાં રહેલા છેલ્લા સ્પર્શની સ્મૃતિ અનુભવી લે છે.દાંપત્યજીવનની પાપાપગલી હજુ ચાલુજ થઈ હતી.બધા પાસા એની તરફેણ મા પડવા લાગ્યા હતા. અવિરત વધી રહેલી એની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા એ એને અભિમાન અપાવી દીધું કે દુનિયા માં બધુજ જીતી શકાય છે.મૃત્યુ પણ?અસંભવ,નાને થીજ શીખવાડવા માં આવ્યું છે કે જીવન યાત્રા છે અને મૃત્યુ યાત્રા નું અંતિમબિંદુ.એના પછી બધુજ શૂન્ય થઈ જાય.હ્રદય ના ધબકારા,ફેફસા નો શ્વાસો્વાસ,મગજની નિયંત્રણ પ્રણાલી થંભી જાય.કલાકો સુધી એ ખુરશી માં બેસી રહે છે.પેટ છે પણ ભૂખ નથી.કંઠ છે પણ સ્વર નથી.દિલ છે પણ ધડકન નથી.મન છે પણ માયા નથી.માયા જાણે મન નો સંસાર,જાણે એની આત્મા,જાણે એને જગ ની બાથ થી મુક્ત કરાવી બે પળ માટે વિસામો આપતી સુંદર કુટીર જેમાં મન નાચતો,ગાતો,હસતો, રડતો, ગુસ્સો કરતો અને ઉદાસ પણ થતો.આજે આ બધીજ લાગણી ની બાદબાકી થઈ ગઈ છે,પ્રભુ ને મન ના વટ નો વર્ગ અને માયા ના મમતા નો સરવાળો પસંદ ના આવ્યો.એમને મન ના જીવન નો ભાગાકાર કરી નાખ્યો.એકજ જાટકે મનના જીવનના બધા સપનાઓ ને રોળી નાખ્યા.માયા સગર્ભા હતી.પગ લપસતાં માયા રસોડા માં પેટભર પટકાઈ.એજ ક્ષણ જાણે એનુ હાંડી જેવું પેટ હળવું થઈ ગયું.એને પીડા ઉપડી.એ ચિખે-ચિલ્લાય છે.પણ સાંભળવા વાળું કોઈ નથી.એ ઘસાડતી ઓરડા માં મૂકેલા ફોન સુધી જાય છે,મનને ફોન કરે છે,રીંગ વાગે છે.પણ ઘર માં,આજે મન ઉતાવળ માં ફોન ઘરેજ ભૂલો ગયો છે.દૂર ટેબલ પર મન નો ફોન રણકતો માયા ની નજરે ચડે છે.ખરડાયેલો ચહેરો ફિક્કો પડતો જઈ રહ્યો છે,આંખે ધીમે ધીમે અંધારા આવી રહ્યા છે.એ ફર્શ ને જુવે છે એની આંખો ફાટી રહી જાય છે.ઢસડી ને કાપેલો માર્ગ પોતાના રક્ત થી ખરડાયેલો હતો,રુધિર વહી રહ્યું છે.માયા ભોંય પર ફસડાઈ.હ્રદય ના ધબકારા ધીમા પડી રહ્યા હતા.દરેક ક્ષણ એની માટે સદી જેવી લાગી રહી હતી.મન સાથેના પ્રેમની નિશાની એટલે 'મનિજ્ઞા' માયા એ રાખેલું નામ નાશ પામ્યું. એને આંખો મીચી દીધી.મન માયા અને મનિજ્ઞા ની અંતિમ ક્રિયા પતાવી ને ઓરડે આવે છે.કેમકે હવે એ ઘર નથી રહ્યું.એનો આત્મા ઉડી ગયો હતો,અને અસ્થીઓ દીવા પાસે મૂક્યા હતા.દીવા નો પ્રકાશ ઝાખો થઈ ગમે ત્યારે ઠરી શકે,પણ મનને શું ચિંતા!એ ઊભો થાય છે,દર્પણમાં માયા એ બિંદીથી લગાવેલી સેલ્ફી ને જુવે છે,દર્પણમાં જોતા કાન પાસે પાછળ ની દીવાલ પર લટકતી માયાની માળા ચડેલી ફોટો નજરે ચડે છે.રોજ ની આદત જેમ એ વાળ સરખા કરે છે.હળવું સ્મિત કરે છે.આંખથી આંસુ તો રોકાતા નથી પણ હાસ્ય નું કારણ કદાચ એ જાણી નઈ શક્યો.પેલી સેલ્ફી પર હાથ ફેરવતા,"આવું છું વ્હાલી" કહી ને એ બારી બહાર કૂદકો લગાવી દે છે.ભીડ ના અવાજ સાથે. દીવો બુજાય છે.