Gujarati Quote in Blog by Chetan Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બેટી કમાશે બાપ ખાશે ભૂંડો આવશે કાળ
માવતર જણયા મેલશે, ભૂપ લેશે ના ભાળ
ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે
સત્ય છુપાશે સુતલ, જૂઠા જગ વખણાશે
જીવતા જોશે લાખણા, પાપીના ચડશે પાળ
બેટી કમાશે બાપ ખાશે ભૂંડો આવશે કાળ !


ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત
કજિયા ખોરી કામિની , ઘણી જ ઓરશે ઘાત
ઘણી જ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે
એક કહો તાં તેર ,સુણાવશે હોલે હોલે
જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત !


વિધવા શણગાર સજસે સુહાગણ વિધવા વેશ
સુંદરી મુંડન કરાવશે હશે નર ને લાંબા કેશ
નર ને લાંબા કેશ વળી ચાલશે છટકા કરતો
બેઠી હશે બાઇ બાકડે પુરુષ પાણીલા ભરતો
જીવતા જોશે લાખણા આ દેશ થશે પરદેશ
વિધવા શણગાર સજસે સુહાગણ વિધવા વેશ !


વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ
ધરતી રહેશે તરસતી નદિયુ સુકાશે નવાણ
નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે
મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે
જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ
વાદળિયું વહેતી થશે પવને કરી પલાણ !


દરિયો ડુંગર ચડશે ડુંગર થય જાશે ધાર
જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર
વસ્તિનો થશે વિસ્તાર વનચર નગર વસશે
તસુ ધરા ને કાજ બેટા બાપ ને મારવા ધસશે
જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર
દરિયો ડુંગર ચડશે ડુંગર થય જાશે ધાર !
?આગમવાણી?

જય ભૂતનાથ

Gujarati Blog by Chetan Joshi : 111199090
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now