English Quote in Blog by Amit vadgama

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક :- વ્યસન નો છોડો સાથ..

મિત્રો.....
વ્યસન નો છોડો સાથ,
વ્યસન જ કરે છે દંગા ફસાદ,

ચપટી ભરી હાથ માં લેવાય છે તમાકુ,
ના દે ચૂનો તો હાલ તને હાકું,
પછી કહે લાવ જરીક હું પણ ચાખું,
આમજ ધોવાય છે પછી જીવન આખું
                      
રૂપિયા દસ આપી લેવાય છે ફાકી,
પછી હોઈ સફેદ કે હોઈ ખાખી,
મારી પિચકારી દીવાલ કરે છે જાખી,
નથી થતી સાફ એ ભલે પડે નજર આખી,

બોટલ માં બંધ દારૂ ને કહેવાય છે અમૃત,
લઈ ને હાથ માં બને છે એ હડધૂત,
પી ને કરે છે પછી એ અમાનવી કૃત,
પીએ એ અમૃત પછી થાય છે એ મૃત,         

ખોવાય છે જિંદગી કેટલાક ની આમ,
લઈને તમાકુ ગાંજો અથવા જામ,
ભૂલે છે પછી એ સમાજ માં ભાન,
જાય છે એનું બધુંજ માન..

એટલે કહે છે "અટલ" 

દોસ્ત કરિયે હવે વ્યસનનો ત્યાગ,
આપીએ હવે પરિવાર ને સાથ,
પ્રાર્થના કરીએ હાથ જોડી કહું હે જગત ના નાથ,
કોઈ ના બને વ્યાસન નો ભોગ અને ભાગ...

---અમિત વડગામા "અટલ"

English Blog by Amit vadgama : 111199013
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now