મોર ની કળા સાથે ગાજયો વરસાદ ,
ટપ ટપ ટપ ટપ ટીપાં પડે..
કાળા વાદળ ની સાથે આવ્યો વરસાદ ,
ટપ ટપ ટપ ટપ ટીપાં પડે..
ભીની માટી ની સુગંધ લાવ્યો વરસાદ,
ટપ ટપ ટપ ટપ ટીપાં પડે..
ખેતર માં લાવ્યો હરિયાળી વરસાદ,
ટપ ટપ ટપ ટપ ટીપાં પડે..
ધરતી ને પાવન કરવા વરસ્યો વરસાદ,
ટપ ટપ ટપ ટપ ટીપાં પડે..
----અમિત વાડગામા "અટલ"