રાત દિન દાખુ છું
તેથી કવિતા લખું છું.
ત્રાસ જીવન ના સહુછુ,
ને પ્રાસ નવા રચુ છું.
ઉંડી ખાઈમાં માં પડું છું,
ને ઉંડાણપૂર્વક લખું છું.
અડધું પેટ જમું છું,
સર્જન ભરપેટ કરું છું.
અંધારા આંખે ભરું છું,
કલ્પના રંગીન કરું છું.
ચોધાર આંસુડે રડું છું,
ભીનાશ એમાં ભરું છું
ખુબ અન્યાય સહુ છું,
પણ ન્યાય વિષય ને કરું છું.
રાત દિન દાખુ છું,
તેથી કવિતા લખું છું.