હાશ...ભારત-પાકિસ્તાનની મેચે બચાવી લીધો...ઓફિસે આવીને રોહિતભાઈએ હાશકારો લીધો..
શાશ્વતનો એના કૉલેજના મિત્રો સાથે મેચ જોવાનો અચાનક પ્રોગ્રામ બન્યો એમાં 'father's day'ના હોટેલના અને કેકના ખોટા ખર્ચાથી બચી ગયો.
હવે આજે ઓફીસથી વળતાં બાપુજી માટે નવાં ચશ્મા લઇ આવીશ,છેલ્લી વાર દુકાનદારે કહ્યું હતું કે હવે દાંડી રિપેર નહીં થાય...
-કિનાર રાણા