Gujarati Quote in Whatsapp-Status by Manish Patel

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો..
ગઈકાલે *Father's day* હતો. ત્યારે એક પિતા તરીકે આપણે આપણા બાળકનું કેટલું ધ્યાન રાખીએ છીએ તથા સંતાનો માટે કેટલો સમય ફળવીએ છીએ..? તે મનોમન વિચારજો...! આપણી નિષ્ક્રિયતા બાળકનું ભવિષ્ય અંધકારમય બનાવતી હોય છે. પિતા પાસે બાળક ઘણું શીખતું હોય છે...
પિતાની નીડરતા અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત જ બાળકોમાં આત્મવિશ્વાસ અને ઉર્જા પેદા કરતી હોય છે..
એક પિતા તરીકે આપ સૌ એવું ઈચ્છો છો કે મારું બાળક ભણેલું હોય પણ તેનામાં નૈતિક હિંમત અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની આવડત કે શક્તિ ના હોય..?
કોઈ પિતા એવું નહીં ઈચ્છે કે પોતાનું બાળક નમાયલું કે નૈતિક હિંમત વગરનું હોય.! દરેક પિતા પોતાના સંતાનોને *સિંઘમ* જેવા બહાદુર અને પ્રમાણિક નાગરિક બને એવું ઇચ્છતા હોય છે.. પરંતુ તેના માટે પિતા દ્વારા જે પ્રયાસ થવા જોઈએ તેમાં આપણે ઊણા ઉતરીએ છીએ.. એટલે કે એક જાગૃત વાલીની ફરજ આપણે ચૂકી જઈએ છીએ...
આવો આપણે સૌ જાગૃત અને નિર્ભીક બનીએ... અને આપણા રાષ્ટ્રને આવતીકાલના સારા, સાચા અને નીડર નાગરિક અર્પણ કરીએ... ?

Happy Father's Day?

Gujarati Whatsapp-Status by Manish Patel : 111197987
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now