English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

_*કડવું સત્ય*_

એક સાધુ નદી કિનારે પત્થર નું ઓશીકું બનાવી સૂતો હતો.

ત્યાંથી પનિહારીઓ નીકળી..

એક કહે , "સાધુ થયો પણ મોહ ગયો નહિ. ઓશિકા વગર ન ચાલ્યું. પત્થર નું તો પથ્થર નું પણ ઓશીકું જોઈએ."

સાધુએ તે સાંભળી પત્થર ફેંકી દીધો...
ત્યાં વળી બીજી બોલી , " સાધુ થયો પણ તુમાખી ગઈ નહિ. આપણે જરાક બોલ્યા એમાં તો પથ્થર ફેંકી દીધો."

*સાધુ વિચારે કે હવે શું કરવું* !

ત્યાં તો ત્રીજી બોલી , "મહારાજ બધા તો બોલ્યા રાખે તમે તમારે હરી ભજન કરો."

પરંતુ , ચોથી એ એકદમ સાચી વાત કરી.
"મહારાજ , તમે બધું છોડ્યું પણ તમારું ચિત્ત ન છોડ્યું. નહિતર આ લોકો ની વાત માં ધ્યાન ન આપત."

*સાચી વાત છે ને* !!!


_*લોકો આપણું અપમાન કરવા નિંદા કરવા દ્વેષ કરવા ઉતારી પાડવા હંમેશા તૈયાર જ હોય છે.*_

∆ *ઊંચે જોઈને ચાલો તો કહેશે કે , અભિમાની છે.*

∆ *નીચું જોઈને ચાલો તો કહેશે કે , જાણે મોટો લાટ સાહેબ હોય એમ કોઈ સામે જોતો નથી.*

∆ *આંખ બંધ રાખી બેસો , તો કહેશે કે દુનિયા સાથે લેવા દેવા નથી.*

∆ *બધે જોયા રાખશો તો કહેશે કે ચકળ વકળ જોયા રાખે છે. નજર કેવી છે , જો તો....*

∆ *આંખ ફોડી નાખો તો કહેશે કે , જો અંતે કર્મો ની સજા ભોગવી.*

*લોકો ને તમે પહોંચી શકતાં નથી. બસ સારા કર્મ કર્યે જાવ.પ્રભુ મય પ઼કૃતિ નું સ્મરણ કરતા રહો .*?

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111197906
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now