શબ્દથી કેવું અહીં મોઘમ લખે છે?
એ હૃદયથી હા સતત સોડમ લખે છે.
સ્પર્શ તારો એટલો નાજુક મને છે,
જે ગઝલ રૂપી નર્યું મલમલ લખે છે.
દર્દ ને હું ગાવું છું તો કોઈ બીજા,
એક ઝીણા તાર પર સરગમ લખે છે.
એ કરે પણ શું દિવાનો જો થયો છે,
નામ એનું હાથ પર હરદમ લખે છે.
શાંતિ થી 'આભાસ' સૂતો છે અહીંયા,
કોણ તુરબત પર હવે માતમ લખે છે?
-આભાસ