Quotes by Bharat Darji in Bitesapp read free

Bharat Darji

Bharat Darji

@bharatdarji8666


સાંભળે છે કોઈ રહી રહીને ભલા,
કોઈ તાવીજે ન બદલી આ દશા.

-આભાસ

ઈશ્વર વ્યાપી રહ્યો છે કણકણમાં,
શ્રધ્ધા તારી જોઈ રહી છે પણમાં.

ચૂંથાયેલા સપનાં છે જીવનમાં,
આ કેવી આજે તૃષ્ણા છે રણમાં.

માથે પુણ્ય તણો ભાર હતો એવો,
લાગ્યો છે જો નક્કર થાક ચરણમાં.

લોકો'તો પ્હોંચી ગયા મંઝિલ સુધી,
હું બેઠો છું ખોટા એક શરણમાં.

લોકો ને શોક નથી 'આભાસ' જરા,
ઉત્સવ જેવું ક્યાં છે આજ મરણમાં.

-આભાસ

Read More

શબ્દથી કેવું અહીં મોઘમ લખે છે?
એ હૃદયથી હા સતત સોડમ લખે છે.

સ્પર્શ તારો એટલો નાજુક મને છે,
જે ગઝલ રૂપી નર્યું મલમલ લખે છે.

દર્દ ને હું ગાવું છું તો કોઈ બીજા,
એક ઝીણા તાર પર સરગમ લખે છે.

એ કરે પણ શું દિવાનો જો થયો છે,
નામ એનું હાથ પર હરદમ લખે છે.

શાંતિ થી 'આભાસ' સૂતો છે અહીંયા,
કોણ તુરબત પર હવે માતમ લખે છે?

-આભાસ

Read More

એટલા હાંફયા અમે કે શ્વાસનો દમ નીકળે,
તોય ઇચ્છા જીવવાની કેમ ધરખમ નીકળે?

હો ઈબાદત,પ્રાર્થના કે બંદગી જે નામ હો,
તૃપ્ત કરવા દિલને ગંગા, કોઈ ઝમઝમ નીકળે.

કોઈ દિલનાં તાર ને પંપાળવાની છે મજા,
સપ્તસૂરોની પછી તો કોઈ સરગમ નીકળે.

બારણું ખોલું ને ત્યાં દેખાય સામે બધે,
યાદની મારી ગલીથી એ જ હરદમ નીકળે.

કેટલી એને મજા આવી હશે ચાખ્યા પછી,
આર.R. સી.C ખોલો ને પ્યારી ફાવતી રમ નીકળે.

સ્વપ્ન જોયા એટલા કે કોઈ ઈચ્છા ના રહી,
ચાહું કે મારી ખુશીની ધારણ ભ્રમ નીકળે.

હા મળી જાશે મને જન્નત સમી દુનિયા બધે,
હોય પાલવ જ્યાં તમારો 'આભાસ'નો દમ નીકળે.

-આભાસ

Read More