Gujarati Quote in Story by Mewada Hasmukh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

3 વાગવા ને હજુ 30 મિનિટ ની વાર હતી.... પણ હું.. અત્યારથી જ કેન્ટિન માં એક સ્ટુલ પર ગોઠવાઈ ગયો હતો...

આજે વાતાવરણ પલટાઈ ગયું હતું...
વાવાઝોડું વરસાદ ને સાથે લઈ આવી શકે તેવી શક્યતા હતી...

પાર્ટ.. 19

અંતે...બરાબર 3 ના સમયે મહેંક આવી ખરી...
મેં સામે પડેલ સ્ટુલ પર
બેસવા ઈશારો કર્યો..

આજે એનું હાસ્ય કેમ જાણે વરસાદ પહેલા ના બફારા જેવુ લાગતુ હતુ...હું પણ એના હાસ્ય માં મારું હાસ્ય પરોવી શકતો નહોતો....આજે મને ઇન્તજાર જ એટલો હતો..મારા પ્રેમ નો...

હું હજુ નાસમજ તો નથી ને...?
પ્રેમ ની બાબત માં..!!
મારા અંતર માં કૈક સવાલો દરિયાના મોજાની જેમ ઊંચે ઊંચે ઉડીને બહાર કિનારે આવે તે પહેલાં તો હું એ તરંગો ને શાંત કરવામાં સફળ થઈ જતો.....

પણ..આજે મહેક ની સામે આમ અચાનક પ્રેમ ને કેવો રીતે પ્રસ્તુત કરું...એના વિચારો વાયુ ચક્રવાત ની જેમ ચકડોળે ચડ્યા હતા..

આજે બ્લેક ગોગ્લસ... ઓરેન્જ ટીશર્ટ અને બ્રાઉન જિન્સ માં મહેક મારી જ નજર નહિ બલ્કે કેન્ટીન ના દરેક સ્ટુડન્ટ્સ ની નજર માં કેન્દ્રીત થઈ ગઈ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું...

એની છૂટા વાળ ની લહેરાતી લટો વારેવારે આંખો ને સ્પર્શ કરી કૈક મેસેજ આપતી હતી..અને મહેક જાણે એને સ્વીકારતી...પોતાની નાજુક સૌમ્ય હથેળી ને ઈશારો કરતી આંખો થી સાચવીને એ લટો ને કાન ની પાછળ ભરાવતી હતી...

વાંચો..
માતૃભારતી પર આ વાર્તા 'બસ કર યાર..(સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૧૯' વાંચો
https://www.matrubharti.com/book/19868914/bas-kar-yaar-19

Gujarati Story by Mewada Hasmukh : 111197569
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now