આજે ફાધર્સ ડે.. પપ્પાનો દિવસ આમતો પપ્પા વગરનો એકપણ દિવસ ન હોય . પપ્પાની હાજરીને ધણી વખત એટલું ઇમ્પોર્ટન્સ નથી હોતું પણ એની ગેરહાજરી કાયમ માટે કોઇપણ ઉમરે કોર્યા કરે.
હવે કયો કયાં ગોતુ તમને? ..
આમતો બધે જ પણ આમ કયાંય નહીં.
"મીસ યુ" શબ્દને વારંવાર બોલતાં હોઈએ પણ જયારે ખરેખર ખબર પડે કે મીસ કરવું એટલે જેને મળવાની તરફળીયાં મારીએ એવી તલબ હોય પણ એને રૂબરૂ થવાની કોઈ શકયતા જ ન હોય ત્યારે સમજાય કે
" મીસ યુ" શબ્દ કેટલો મોટો હોય છે.
પપ્પા એટલે આંગળી પકડીને પગલી પાડવાથી માંડીને જીવનમાં આવતી મુસીબતો નો સામનો કરવાં એની સામે સામી છાતીએ દોડતાં શીખવે એ, હું નાપાસ થયા પછી નાસીપાસ ન થાવ એનું ખાસ ધ્યાન રાખે એ પપ્પા , એ નહોય ત્યારે પણ તમારો વિશ્ર્વાસ તમારામાં અતુટ રાખે એ પપ્પા , એને ગેરહાજરીમાં પણ એની યાદોને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડયાં પછી ખરી હિંમત આવે એ પપ્પા.., આખી દુનિયામાં કયાય ન મળે એવું અનંત સુખ માથે ફકત એક હાથ મુકીને લાવી આપે એ પપ્પા...❤
@B