શ્વાસ પાછા નહિ મળે,
જિંદગી પાછી નહિ મળે,
*તો પછી રવિવારે"મળવાનું" રાખોને યાર...!*
મળી લ્યો જયારે પણ *તક મળે રાહ શું જુવો છો કે ક્યારે આવે રવિવાર...?*
ક્યારેક ડિનર રાખો ક્યારેક ફરવાનું રાખો *નાની નાની વાતોનો મનાવોને તહેવાર...!*
કહેવાય છે કે જિંદગી ચાર દિનની હોય છે તો *દરેક દિનનો હોય એક યાર...!*
જીવન જો સંગીત છે તો *અંતાક્ષરીનો છેલ્લો શબ્દ હોય યાર...!*
જીવન જો સંતાકૂકડી છે તો *મિત્રોના દિલમાં છુપાઈ જાઓને યાર...!*
એક ચટાઈ,મનગમતો ખૂણો, થોડો નાશ્તો,ચાર ચાય. ચાર મિત્રો
*આવી હોવી જોઈએ એક રવિવાર ની સવાર...!*
શ્વાસ પાછા નહિ મળે,
જિંદગી પાછી નહિ મળે,
*તો પછી મળવાનું રાખોને રવિવારે યાર...!*
ચા ગાંઠિયા ને ભજીયા ની મોજ માણવા, *રવિવારે મળવાનુ રાખો ને યાર*
અને જો કોય કારણ ના હોય તોય
જૂની વાતો વાગોળવા, *રવિવારે મળવાનુ રાખોને યાર*