'ફેની' વાવાઝોડા અને 'વાયુ' વાવાઝોડા વચ્ચેનો ફોન પરનો સંવાદ.
ફેની: કેમ વાયુ ક્યાં પહોંચ્યો..?
વાયુ: રસ્તામાં છું.
ફેની: શુ કરે છે..?
વાયુ: તું કામના સમયે કેમ હેરાન કરે છે.
ફેની: લે મારે જાણવું પણ નહીં કે, તું શું કરે છે, ક્યાં પહોંચ્યો.?
વાયુ: તારે મારા પર નજર જ રાખવી હોય તો ગુજરાતી ન્યુઝ ચેનલ જોવાની શરૂ કરી દે; ત્યાં મને નથી ખબર મારા વિશે એ પણ તને જાણવા મળી જશે.
ફેની: એવું?
વાયુ: તું એકવાર જો તો ખરી પછી કે જે.
ફેની: એ બધું જવા દે, એ બતાવ કે, કેટલે પહોંચ્યો અને હા, આ વખતે ગુજરાતને છોડતો નહીં.
વાયુ: એ તો બધું ઠીક છે પણ, મને બીક લાગે છે.
ફેની: અરે, બીક તો ગુજરાતીઓને લાગવી જોઈએ, તું શા માટે ડરે છે..? હું ઓડિશા ગઈ હતી, જોયું તું ને મેં કેવો ખેલ કર્યો હતો એ લોકો સાથે.
વાયુ: એ તો એ લોકો ભોળા હતા પણ, આ ગુજરાતીઓ ભોળા નથી લાગતા. આ ગુજરાતીઓના મેસેજ વાંચી જો, હું ઘરેથી નીકળ્યો ત્યારથી મારા બેટા વારંવાર મેસેજ કરે છે કે, આવવા દયો સાલા વાયુને. જરાય ડરતા નથી અને મારી રાહ જોઇને બેઠા છે.
ફેની: અરે, એ તો એમજ બોલતા હોય, તું તારી સ્પીડ વધારી દે એટલે ડરી જશે.
વાયુ: મેં એ પણ કરી જોયું, તો મારા બેટા મેસેજ કરે છે કે, હવે મજા આવશે. આ વાયુ જલ્દી આવેને આને ઠેકાણે પાડીએ.
ફેની: તું જરાય ડરતો નહીં અને તૂટી પડજે.
વાયુ: હવે મારી હિંમત તૂટી ગઈ છે, કાલે વેરાવળ જવાનો હતો તો, અમુક ગુજરાતી યુવાનોએ દરિયા કિનારેથી માવો ખાઈને મારા પર પિચકારી મારી એટલે ત્યાંથી મેં દિશા બદલીને પોરબંદર બાજુ કરી નાખી છે.
ફેની: કાઈ વાંધો નહીં, તું પોરબંદર પર તૂટી પડજે.
વાયુ: શુ તૂટી પડું તે, તો ગાંધીનું ગામ છે ત્યાં હિંસા ન કરાય.
ફેની: તો એક કામ કર ગુજરાતથી સીધો બંગાળ તરફ નીકળી જા.
વાયુ: ના, હો ત્યાં પેલી દીદી છે મારે ત્યાં જીવ જોખમમાં મુકવા નથી જાવું, હું અહીંથી પાછો વળી જાવ છું. ઓમાન બાજુ એક આંટો મારીને પાછો આવું છું.
ફેની: ફાટકણો જ રહ્યો.
વાયુ: તું એકવાર કોશિશ કરજે ગુજરાત જવાની તો ખબર પડે, મારી પેલા પણ ઘણાબધાંએ કોશિશ કરી છે પણ, કોઈ પહોંચી નથી શક્યું. ચાલ મુક હવે ફોન હું યુ ટર્ન મારું છું.
ગુજરાતી ન્યુઝ ચેનલની હેડલાઈન:
સ્પીડથી આવતા વાયુની અચાનક ફાટતા તે ફંટાયું, ગુજરાતીઓમાં નિરાશા, આ વખતે પણ વાવાઝોડાને ઠેકાણે પાડવાની ઈચ્છા અધૂરી રહી ગઈ.
(આ પોસ્ટને હસી-મજાક પૂરતી જ લેવી).