વિચાર હા વિચાર જ તો ના કર્યો હતો ને કે વાત વાતમા પણ આમ પ્રણય થઈ જશે... નહોતી ખબર કે કિસ્મતમા શુ લખાયુ હશે કે... ઓચિંતુ મિલન આમ યાદગાર બની જશે.... મળીને પણ હોઠો તો મૌન જ રહ્યા હતા.. ને વળી મૌનની ભાષા જગને શુ સમજાઈ જશે..? સરનામાની શી જરૂર મુકામ જ્યા દીલ હોય... નામ વગરની ચિઠ્ઠી પણ અહી પહોચી જશે તમે જાણો છો હુ જાણુ છુ વાત આ ચાહતની મુદ્દતથી મળી જે આમ થોડી વિખરાઈ જશે... ક્યા મળે છે ગમતુ સૌને કે આપણને મળે પણ આ ચાહતમા હવે બાકી બધુ સરભર થઈ જશે....