સાવ સુક્કોભઠ્ઠ યાદોનો ધરો છે,
આ વરસ વરસાદ પણ પાછોતરો છે.
છોકરીની આંખમાં સો સો સરોવર,
ભીતરેથી તોય તરસે છોકરો છે.
છે તમારા કેશ અંબોડે મઢેલા,
'ને અમારા હાથમાંયે મોગરો છે.
જે દિવસથી જાન પરણીને ગઈ છે,
રાહ જોતો સાવ મુંગો ચોતરો છે.
વેદનાના ડાકૂઓ સંતાઈ બેઠા,
આ હૃદયમાં કૈંક એવી કોતરો છે.
ગિરીશ પરમાર