Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* આપણો સમાજ * લેખ... 14-6-2019

આપણા સમાજમાં હજુ પણ છોકરા છોકરીમાં ભેદભાવ થાય છે. કહેવા માટે જ છે કે " દિકરી વ્હાલનો દરિયો છે "
પણ દીકરી જન્મે તો હજુ પણ મોં બગડે છે. પહેલા ખોળે દીકરી હોય તો હજુ પણ દિકરાની કામના રાખે છે. બોલવાનું અને ચાલવાનું જુદુ જ હોય છે. દિકરી જન્મતાં જ કશુ વેંહચે નહીં અને દિકરો જન્મતાં જ મેવા મિઠાઈ વહેંચે અને રૂપિયા ઉડાવે છે. દિકરી ગમે એટલી સેવા ચાકરી મા - બાપની કરે કદર ના કરે અને કપાતર દિકરા ના વખાણ કરવામાંથી ઉંચા જ ના આવે. દિકરી ભણતર અને ઘર બેવ ઉજાળે છે તોય દિકરી ની કિંમત નથી અને વ્યસનો અને ભણતરમાં જીરો દિકરા ને બધી જ સુખ સગવડો આપી વખાણે છે. દિકરો નહીં ભણે તો ચાલશે ભણતર માટે એને ભાર ના અપાય અને દિકરીઓ ને ભણ નહીં તો સારો વર નહીં મળે એમ કહેવાય છે. આપણો સમાજ દંભ કરવામાં થી જ ઉંચો નથી આવતો. આપણા આ સમાજ ની માનસિકતા ક્યારે બદલાશે ખરી???
ભાવના ભટ્ટ અમદાવાદ....

Gujarati Blog by Bhavna Bhatt : 111195754
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now