English Quote in Poem by Shaimee oza Lafj

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગામ....

સવારે મંદિર ના ઘંટારવ ગુંજે,
લોકો ઉઠી જાય એવું મારું ગામ મજાનું,

કુદરત નો માણસ સાથે મેળાપ,
એવું મારુ ગામ મજાનું,

દૂધ ની શેરો,જે પવાલી માં પડતા,
જે શાદ સુનાય,એવું મારું ગામડુ મજાનું,

એક ભાઈ ના આંસુ એ
શોક માતમ થાય,દુઃખે
દુઃખી હરખે આનંદ ઉલ્લાસ થાય,
એવું મારું ગામ મજાનું,

કુદરત ના ખોળે રમવાનો,
પોઢવા નો લાવો,તહેવાર,
પ્રસંગે નાચગાને ઝુમવા નો ,
પરમાનંદ થાય, એવું મારું ગામ મજાનું,

પાણી ભરતી પનિહારી,
ગાયો ચરાવતા ગોવાળ,
દૂધ ની શેરો નો અવાજ,
જેવા મધૂર દ્રશ્યો નિહારાય,
એવું મારું ગામ મજાનું,

ઘમ્મર વલોણા થી ઘર ગુંજી ઉઠે,
કઢીયેલ દુધ ની મજા આનંદે લુુંટાય,
એવું મારું ગામ મજાનું,

માયાળુ,ભોળા લોકો ના
પ્રેમાળ ભર્યા શબ્દો કાને ગુંજે સદાય,
એવું મારું ગામ મજાનું,

ભીની માટી ની સોડમ,
જયાં ઘરતી પોતાના વાલમ,
મેઘ ની યાદે શણગાર સજે,
જે માટી ની ખુશ્બુ ને લોકોની
માયા પ્રેમ કરતાં ને સંબંધ ની
કિંમત સમજાવે પ્રેમે,
એવું મારું ગામ મજાનું,

શૈમી ઓઝા લબ્જ

English Poem by Shaimee oza Lafj : 111195641
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now